FOUR FRIENDS
ONE CAR
ONE TRIP
THIS IS THE STORY OF A SHORT FILM WRONGWAY
WRONGWAY IS THE STORY OF FOUR FRIENDS.
FOUR COLLEGE FRIENDS MET IN COFFE BAR AND MAKE TRIP.THEY ARE GOING IN THE TRIP BUT SOMETHING HAPPENED WITH THERE
WHAT HAPPENED WITH THEM ????
WHAT THEY ARE SUFFER IF YO KNOW ABOUT THAT WATCH SHORT FILM WRONG WAY
FILM: WRONG WAY
DIRECTED BY SANDIP A NAYI
WRITTEN BY SUNIL NAYI
ACTOR: SUNIL NAYI, DHAVAL OZA,RAVIRAJ SHARMA,SANKET THAKOR,NAYAN AJNAI
MUSIC: DIXIT PRAJAPATI
SONG: DOSTI MA KARIYE MAZA
SINGAR:RAVIRAJ SHARMA
SONG:DOSTI MA KARIYE MAZA(SAD)
SINGAR:AKASH BHATIYA AK
LINE PRODUCER: PRATIK PANDYA,ATUL RAVAL,KETAN RAVAL,PARTH CHANPURA
PRODUCED BY SAN PRODUCTION
અવનવી વાતો અને અવનવા અનુભવો આપણને હમેશાં જીવનમાં થતા રહેતા હોય છે.દરેક વસ્તુને આપણે આપણી સચોટ નજરે જોઈએ છીએ અને તેને જીવન સાથે જોડી દઈએ છીએ. પોતાના આંખે જોયેલા સપનાઓ સાકાર કરવા મથી પડીએ છીએ.
એક છોકરો આવા જ પોતાના જોયેલા સપનાઓને સાકાર કરવા કોલેજમાંથી ડોપ આઉટ લઈ લે છે.તેનું સપનુ બીજા લોકો માટે પાગલપન છે. પણ તે છોકરો પોતાના સપનાને જીવવા માગે છે.પોતે રાઈટર બનવા માગે છે પણ પોતાના પિતાજીના દબાવના કારણે તે સડી ગયેલી એનજીનીયરીગની કોલેજમાં અભ્યાસ કરવો પડે છે.અંતે તે કંટાળીને કોલેજમાંથી ડોપ આઉટ લઈ ઘરે આવે છે ત્યારે તના પિતાજી તેના પર ખૂબ ગુસ્સે થાય છે.અને તેના રાઈટર બનવાના પાગલપન ને છોડી દેવા કહે છે.
પણ તે છોકરો માનતો નથી તેનો જીગરી દોસ્ત પવન પણ તેને સમજાવે છે છતાંપણ તેનુ રાઈટર બનવાનુ જુનુન જતું નથી. અંતે તે પોતાના પિતાજી અને દોસ્તને પોતાની લાગણીઓ જણાવતો લેટર લખે છે.પોતાના દિલથી તે લેટરમા પોતાની ભાવનાઓને દશાઁવે છે.
Freedom short film મા આ વાત કરવામા આવી છે. અંતે શુ થાય છે તે જાણવા તમારે ફિલ્મ જ જોવી રહી.
Freedom short film
written-edited-directed = Sandip a nayi
actor= sunil nayi and raviraj shrma
સમય! સમયને બદલતા વાર નથી લાગતી.અચાનક જ બદલાઈ જાય છે બધું જ! જે ના વિચાયુઁ હોય એ અચાનક જ થઈ જાય છે.મહિનાઓ પછી જે માણસોને મળીયે તે કંઈક જૂદા જ લાગતા હોય છે.આંખે ચશ્મા પહેરલ જુવાન ઉંમર થતા આંખે મોતીયાના ચશ્મા પહેરવા લાગે છે.હમેશા ગાડીઓમા ફરતા માણસો પૈસાની તંગીના કારણે રોડ પર પણ ચાલી નથી શકતા.દારૂની રેલમછેમમાં રમતા માણસો સમય જતા જાતે પાણી પણ નથી પી શકતા.સમય સમયનું કામ કરે છે.સમય ના તમારા માટે થંભવાનો છે ના મારા માટે!
આપણે પણ સમય સાથે કેટલા બધા બદલાઈ જઈએ છીએ.કોઈ વખત દંભી તો કોઈ વખત બલિદાનની બની જઈએ છીએ.આપણને જ ખબર નથી પડતી કે આપણે આટલા બધા બદલાઈ જઈએ છીએ.બદલાવ સારો પણ શું આપણે બદલાવ ચાહીયે છીએ???
આપણે હમેશાથી આવા જ છીએ.આપણે કદી પણ સારો કે ખરાબ બદલાવ આપણા જીવનમા ઈરછાતા જ નથી.જેમ જે ચાલે છે તેને ચાલવા દો.કદી પણ આપણે જીવનમા એડવેનચરને સથાન આપતા નથી.હા ના આપવાના સમયે જરૂર આપણે આપણી લાઈફને એડવેનચર આપીયે છીએ.
જો કોલેજમાંથી બિલ ગેસ્ટને કાઢી મુકવામા ના આવ્યા હોત તો આજે એ આટલા મોટા ધનવાન બનત.જો સટીવ જોબસને પોતાની એપલ કંપનીમાથી કાઢી મુકવામા ના આવ્યા હોત તે પાછળથી આટલા મોટા માણસ ના બનત.એટલે સમય સમયનુ કામ કરે છે. સમય કોઈના બાપના કહેવાથીયે ઊભો નથી રહેવાનો એ તો અવિરતપણે પોતાની ગતીશીલતા ચાલુ જ રાખવાનો છે.
આપણે પણ સમયની સાથે બદલાઈને ચાલવાનું છે.હમેશાં એકધારી ગતીશીલતા ચલાવી રાખવાની છે.
જ્યારે સમય તમારા અનુકૂળ હશે ત્યારે તમારી સફળતા પાકકી છે.સફળ થવા પણ સમય સાથે ચાલવુ પડે છે.અને સમય સાથે ચાલતા પડી જાવ તો ચિંતા નહિ કરવાની બે પગે ઊભા થઈ ફરી સમયની સાથે ચાલતા થઈ જવાનું.સમયની સાથે ચાલતા-ચાલતા એકદિવસ તો જરૂર સફળતા મળશે.સમયને પણ તમારી થોડી ચિંતા હોય છે.એટલે જીવનમા અને જીવનથી બહુ ડરવાનુ નહિ.
જ્યાં સુધી તમે જીવનથી અને સમયથી ડરતા રહેશો ત્યાં સુધી તમે કદી પણ જીવનમાં આગળ નહિ આવી શકો.જીવનએ માટીમાં પડેલા નાંના નાના શંખો જેવુ છે.જ્યારે નથી મળતુ ત્યાં સુધી નથી મળતુ પણ જ્યારે મળી જાય છે ત્યારે આનંદનો પાર નથી રહેતો.હમેશાથી આપણુ જીવન આપણને સરપાઈઝ પર સરપાઈઝ આપતું રહયું છે પણ આપણે કદી તેને ઉત્સાહ થી જોયુ જ નથી.
જીવનને જિંદગીને એક પકારના ઉત્સાહ થી જોવામાં આવે તો આપણા બધા દુખ દૂર થઈ જાય.
ઘણીવાર જિંદગી આપણી પરીક્ષા પણ લેતી હોય છે.આપણે દુખને ભોગવવામા અને નાસવામા કેટલા પાવરધા છીએ તે જિંદગી જોતી હોય છે.તમારા અનોખા જીવનમા હરહમેંશ સુખ તો નથી જ આવવાનું.લીલા ઘાસમાંથી સુકુ ઘાસ તો થવાનું જ છે એકદિવસ.આપણે પણ મરીશું જ એકદિવસ.તો શું કરવા જિંદગીને તડપી તડપીને જીવવાની ટેવ પાડવી જોઈએ.પૈસા જશે તો બીજા નવા આવશે પણ માણસ આવશે શું????
પૈસા બચાવવાએ સારી બાબત છે પણ પૈસાને એક કંજુસની રીતે બચાવવાએ ખરાબ બાબત છે.હું તો એમાં માનુ છુ કે જેટલા પૈસા તમે દિલથી વાપરશો તેટલાજ પૈસા તમારી પાસે દિલથી આવશે.હમેશા જીવનમાં આપતા રહેવુ જેટલુ આપશો તેટલું તમારી પાસે પાછું આવશે.આ દિલ ફાડીને જીવવા જેવી બાબત છે.હમેશા દિલને ગમે એમ દિલથી જીવનને જીવવું જોઈએ.એક જીવન મળયુ છે યારો તેને દિલથી જીવી જાણો.
આ દુનિયા રંગીન છે.પણ સાલી એટલી જ કુતતી ચીજ પણ છે.જે આ દુનિયાને પાર પાડી ગયાં તે પાડી ગયા નહિ તો દુનિયા ગળે એવો ટુંપો આપે છે કે પૂછો ના વાત.જેમ બરફના ગોળામાં અલગ અલગ રંગ નાખવામાં આવે છે તેમ આપણી જિંદગીમાં પણ અલગ અલગ રંગ નંખાય છે.એ અલગ અલગ રંગો એટલે આપણી જિંદગીમાં રહેલા સુખ,દુખ,નિરાશા,ગુસ્સો,અકળામણ,વગેરે. આપણી જિંદગી આવા અલગ અલગ રંગોથી સરભર બની જાય છે.કોઈકના જિંદગીમાં સુખ હોય તો કોઈના જિંદગીમાં દુખ.તો જિંદગીને ઈનજોય કરો.
આથમતા સુયઁની તેજ ગરમીમાં પગને ખુલ્લા રાખી બેસવાની મજા જ કંઈક અલગ હોય છે.આ સુયઁને શું કદી તાપ લાગતો હશે???વિચારવા જેવો સવાલ છે.આપણા શરીરને થોડાગણા તાપની જરૂરિયાત પડે છે.જો તે ના મળે તો માણસ મરી જશે.શું સુયઁને પણ કોઈ તાપ આપતુ હશે?? કે પછી તે પોતાના અંદર પડેલા તાપથી જ જિંદગી ગુજારતો હશે.
આપણા બધાના જીવનનુ પણ એવુ જ છે.આપણે અમુક ચીજો કે અમુક બાબતો વગર જીવન જીવી નથી શકતા.જેમકે સુખ,દુખ,લાગણીઓ,ગુસ્સો,અકણામણ,શંકા,વગેરે એવી બાબતો છે જે આપણા જીવનમા ના હોય તો આપણુ જીવન નિસ્તેજ બની જાય છે.
જિંદગીમા બધા અનુભવ થવા એ અંત નથી પણ નવા જીવનની શરુઆત છે.જિંદગી ક્યારેક આપણને ખુશી આપે છે નહિ તો ક્યારેક ખોબો ભરીને દુખ આપે છે.આ સાવાભાવિક છે.હમેશા આપણા જીવનમા સુખ જળવાઈ રહેવાનું નથી.
તો જિંદગી એટલે જીવવાનુ નામ